Site icon Revoi.in

વડાપ્રધાન મોદી આજે વારાસણી લોકસભા સીટ પરથી નામાંકન દાખલ કરશે, નામાંકન પહેલા કહી આ આ વાત

Social Share

લખનૌઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન સાત તબક્કામાં થવાનું છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઈ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે ત્યારે આજે વારાસણી લોકસભા બેઠક પર તેઓ નામાંકન દાખલ કરશે. સનાતનનો ધ્વજ લહેરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી માટે ત્રીજી વખત કાશીમાંથી પોતાના નામાંકનમાં સમગ્ર શાસ્ત્રીય વિધાનને ધ્યાનમાં રાખશે. ફોર્મ ભરવા માટે પસંદ કરેલ તિથિ વૈશાખ શુક્લ સપ્તમી છે. એક ધર્મશાસ્ત્રીય માન્યતા છે કે આ તિથિએ જ માતા ગંગાની સ્વર્ગમાં ઉત્પતિ થઈ હતી અને તેમને ભગવાન શિવની જટાઓમાં સ્થાન મળ્યું. આ વિશેષ પર્વ પર સ્નાનનું ખાસ મહત્ત્વ છે. વડાપ્રધાન મોદી નામાંકન પહેલા દશાશ્વમેધ ઘાટ પર ગંગા સ્નાન કરશે.

ગંગાની ઉત્પત્તિની તિથિ હોવાથી વૈશાખ શુક્લ સપ્તમી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે નક્ષત્રરાજ પુષ્ય સાથે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષના મતે બંને યોગ કાર્ય સિદ્ધિ માટે વિશેષ શુભ માનવામાં આવે છે.

પીએમ મોદીના અંતરમનમાં એવો ભાવ પણ છે કે ગંગાએ તેમને દત્તક લીધા છે. તેમણે પહેલા પણ આવું કહ્યું છે અને રોડ શો પછી પણ તેમણે X પર લખ્યું કે, ‘તમારા સ્નેહની છાયામાં દસ વર્ષ કેવી રીતે વીતી ગયા, ખબર જ ન પડી. ત્યારે મે કહ્યું હતું કે મા ગંગાએ મને બોલાવ્યો છે. આજે મા ગંગાએ મને દત્તક લઈ લીધો છે.’.

જોકે, PM એમ પણ કહી ચુક્યા છે, ‘પહેલી વખતથી લઈને અત્યાર સુધી મેં જેટલા પણ નોમિનેશન કર્યા, માતાના ચરણ સ્પર્શ કરીને જતો હતો. આ મારા જીવનની પહેલી ચૂંટણી છે જ્યારે હું માતાના ચરણ સ્પર્શ કર્યા વિના જઈશ. પરંતુ મારા મનમાં ભાવ પણ આવે છે કે 140 કરોડના દેશમાં કરોડો માતાઓ છે, તેઓએ જે રીતે મને પ્રેમ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, તેમને યાદ કરીશ અને પછી માતા ગંગા તો છે જ.’