Site icon Revoi.in

વડાપ્રધાન મોદી 23 મે ના રોજ ઓસ્ટ્રેલિયામાં ક્વાડ દેશોના સમ્મલેનમાં આપશે હાજરી, સિડનીમાં પીએમ મોદીના આગમનની શાનદાર તૈયારીઓ શરુ

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવાર નવાર વિદેશની યાત્રાઓ પર હોય છે ત્યારે હવે તેઓ મેની 23 તારીખના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ક્વાડ સમ્મેલનમાં ભાગ લેવા માટે જશે પીએમ મોદીના સ્વાગત માટે અત્યારથી જ સિડનીમાં ભવ્ય તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે  ક્વાડ એ ચાર દેશોનું સુરક્ષા સંવાદ જૂથ છે, જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આમ 4 દેશઓનો સમાવેશ થાય છે. આ પ્રથમ વખત હશે જ્યારે ઓસ્ટ્રેલિયા ક્વાડ દેશોના નેતાઓની યજમાની કરી રહ્યું છે.

પીએમ મોદી 24 મેના રોજ સિડનીમાં ‘ક્વાડ’ જૂથના શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયા અને જાપાનના તેમના સમકક્ષો સાથે ભાગ લેતા જોવા મળશે  પીએમ મોદી સમિટમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ અને પરસ્પર હિતના સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. ક્વાડ સમિટમાં દરિયાઈ ક્ષેત્ર, અવકાશ, જળવાયુ પરિવર્તન, આરોગ્ય અને સાયબર સુરક્ષામાં સતત સહકાર અંગે ચર્ચા કરવામાં આવશે. ક્વાડની સમિટમાં ભારત સહિત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના દેશોના નેતાઓ ભાગ લેશે.

મળતી વિગત અનુસાર ઓસ્ટ્રેલિયા જતા પહેલા વડાપ્રધાન મોદી જાપાનના શહેર હિરોશિમાની મુલાકાત લઈ  શકે તેવી ઘારણઆઓ સેવાઈ રહી છે, જ્યાં તેઓ G7 ગૃપ ઓફ એડવાન્સ્ડ ઈકોનોમીની શિખર બેઠકમાં ભાગ લેશે. આ બેઠક 19 થી 21 મે દરમિયાન યોજાવાની છે.સંભવત પીએમ મોદી અહી જઈ શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  મોદીના ઓસ્ટ્રેલિયામાં સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. 23 મેના રોજ સિડનીમાં પીએમ મોદી પહોંચશે. ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશને પીએમ  મોદીના સન્માનમાં વિશાળ નાગરિક સન્માનનું આયોજન કરવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અહી પીએમ મોદી અહી વર્ષોથી સ્થાયી થયેલા ભારતીયોને સંબોધિત કરશે. આ માટે હમણા સુધી 20 હજાર લોકોએ નોંધણી પણ કરાવી દીધી છે. પીએમ મોદીના સન્માન સમારોહના કાર્યક્રમમાં જોડાવા માટે વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, ભાષાકીય, વ્યવસાયિક, વ્યાવસાયિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા 300 થી વધુ ડાયસ્પોરા સંગઠનોએ નોંધણી કરાવી છે.ઉલ્લેખનીય છે કે જ્યારે ઓસ્ટ્રેલિયાના પીએમ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પીએમ મોદીને ક્વાડ સમ્મેલન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ નો આ બબાતે આભાર પણ માન્યો હતો.