Site icon Revoi.in

વડાપ્રધાન મોદી CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે

Social Share

વડાપ્રધાન વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને CBIના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે
વડાપ્રધાન સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષ નિમિત્તે પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું વિમોચન કરશે

દિલ્હી :વડાપ્રધાન મોદી CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. પીએમ નરેન્દ્ર મોદી 3જી એપ્રિલે એટલે કે આજે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે બપોરે 12 વાગ્યે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.

કાર્યક્રમ દરમિયાન, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સીબીઆઈના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓ, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનારાઓ માટે એક ઇન્વેસ્ટિચર સમારોહ યોજવામાં આવશે, જેમાં વડાપ્રધાન પુરસ્કાર મેળવનારાઓને મેડલ એનાયત કરશે.

વડાપ્રધાન શિલોંગ, પુણે અને નાગપુર ખાતે સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષને ચિહ્નિત કરતી પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કો બહાર પાડશે. તેઓ સીબીઆઈનું ટ્વીટર હેન્ડલ પણ લોન્ચ કરશે.

કેન્દ્રીય તપાસ બ્યુરોની સ્થાપના 1લી એપ્રિલ, 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.આમ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક શિલાયન્સ અને ઉદ્ઘાટન કરવામાં આવતા હોય છે.ત્યારે  CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું પણ પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.