- પીએમ મોદી રાજ્યપાલ સાથે કરશે બેઠક
- કાલે દેશના તમામ રાજ્યપાલ સાથે બેઠક
- કોરોના વાયરસની સ્થિતિ અંગે કરશે ચર્ચા
દિલ્હી :દેશમાં કોરોના વાયરસે ફરીથી પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કર્યું છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે બેઠક કરશે. આ બેઠક બુધવારે સાંજે 6 : ૩૦ વાગ્યે થશે.
આ પહેલા વડાપ્રધાને 8 એપ્રિલે તમામ મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. બેઠકમાં દેશમાં કોરોના મહામારીની સ્થિતિની સમીક્ષા અને સંક્રમણને ફેલાવાથી રોકવા માટેની રણનીતિ પર ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમએ કહ્યું હતું કે, ભારતે કોરોના વાયરસની પહેલી લહેરને પાર કરી છે. અત્યારે કેટલાક રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. લોકો પહેલા કરતા વધારે બેજવાબદાર થયા છે, તો કેટલાક રાજ્યોમાં પ્રશાસન ઢીલુ છે.
દેવાંશી