વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે ‘મન કી બાત’કરશે,કોરોના પર કરી શકે છે વાત
- પીએમ મોદી કરશે ‘મન કી બાત’
- ‘મન કી બાત’નો 76 મો એપિસોડ
- કોરોના પર કરી શકે છે વાત
દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 76 માં એપિસોડ દરમિયાન રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમ મોદીએ તેમના કાર્યક્રમ માટે દેશવાસીઓ પાસેથી તેમના મંતવ્યો અને સૂચનો માંગ્યા હતા.
વડાપ્રધાન મોદી દેશના વિભિન્ન મુદ્દાઓને પોતાના મન કી બાત કાર્યક્રમમાં સામેલ કરે છે. આ કાર્યક્રમ AIR, DD News, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના YouTube ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે. મન કી બાત એક ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ છે જેના દ્વારા વડાપ્રધાન અને દેશવાસીઓ વચ્ચે સીધો સંવાદ શક્ય છે.
વર્ષ 2014 થી વડાપ્રધાન મોદી સમય-સમય પર જનતા સાથે વાત કરે છે,જેના માટે લોકો પાસેથી અનેક વિષયો પર તેમના સૂચનો અને મંતવ્યો માંગવામાં આવે છે. ‘મન કી બાત’ નો પહેલો એપિસોડ 3 ઓક્ટોબર 2014 ના રોજ પ્રસારિત થયો હતો. આ રેડિયો કાર્યક્રમ દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થાય છે. આ રેડિયો પ્રોગ્રામના અત્યાર સુધી 75 એપિસોડ પ્રસારિત થયા છે.