- પીએમ મોદી આજે પંજાબ અને હિમાચલ પ્રદેશની મુલાકાતે
- ચૂંટણઈને લઈને રેલી યોજશે,જાહેર સભાને પણ સંબોધશે
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબ અને હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદી સૌ પ્રથમ પંજાબમાં ડેરા બિયાસના રાધા સ્વામી સત્સંગના વડા બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોનને મળશે.મુલાકાત કરશે મળશે. પીએમ મોદીના આગમનને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઢવાયો છે.
આ મુલાકાત પહેલા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. કારણ કે ખેડૂત નેતાઓએ પીએમની મુલાકાતનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. હિમાચલ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાનની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ત્યાર બાદ હિમાચલ પ્રદેશના સુંદરનગર અને સોલનમાં જાહેર સભાઓનું સંબોધન પણ કરશે. હિમાચલ પ્રદેશમાં બે સ્થળોએ ચૂંટણી રેલીઓને સંબોધશે. તેઓ બપોરે 1 વાગ્યે મંડી જિલ્લાના સુંદર નગરમાં રેલી કરશે અને બપોરે 3 વાગ્યે સોલનમાં જનસભાને સંબોધશે. પીએમ મોદીની આ એક દિવસીય હિમાચલ મુલાકાત છે.
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જય રામ ઠાકુરે શુક્રવારે PM મોદીની રેલી માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીની રેલી ઐતિહાસિક હશે. રાજ્યની જનતાને પીએમનું માર્ગદર્શન મળશે.ઉલ્લખનીય છે કે ભાજપ હિમાચલ પ્રદેશમાં ચૂંટણીને લઈને તમામ પ્રયોસો કરી રહી છે આ પહેલા પણ પીએમ મોદી 13 ઓક્ટોબરના રોજ હિમાચલની મુલાકાતે પહોચ્યા હતા.