Site icon Revoi.in

વડાપ્રધાન મોદીએ ધોનીની ક્રિકેટ વિદાય પર લખ્યો ભાવુક પત્ર – ધોની એ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો

Social Share

આપણા દેશને એક નહી પરંતુ બે-બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે, ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પત્ર લખીને તેઓની કામગીરીની સરાહના કરી છે.

આ પત્રની બાબતે પૂર્વ કેપ્ટન ધોનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ટ્વિટર પર આભાર માન્યો છે, ઘોની એ ટ્વિટ કરીને લખ્યું છે કે, “એક કલાકાર, સૈનિક અને રમતવીરને પ્રશંસાની જ મનોકામના હોય છે, તેઓ ઈચ્છે છે કે, તેમની મહેનત અને બલિદાનને દરેક લોકો ઓળખે, પીએમ નરેન્દ્ર મોદી તમારા તરફથી મળેલી શુભેચ્છાઓ માટે આભાર.”

આ પહેલા પીએમ મોદીએ  ધોની માટે લખ્યું હતું કે, “તમારામાં નવા ભારતની આત્મા પ્રતિબિંબિત થાય છે,જ્યાં યુવાનોનું ભાગ્ય તેમના પરિવારનું નામ નક્કી નથી કરતું , પરંતુ તેઓ પોતે પોતાનું સ્થાન અને નામ પ્રાપ્ત કરે છે, આપણો યુવાવર્ગ તમારી પાસેથી એ પણ શીખશે કે, પોતાની પર્સનલ અને પ્રોફેશનલ પ્રાયોરિટીને કેવી રીતે બેલેન્સ કરવી.”

આ સિવાય પીએમ મોદીએ પત્રમાં ધોનીના દરેક કામકાજ બાબતે લખ્યું હતું અને તેમના ખુબ વખાણ કર્યા હતા,સાથે એમ પણ લખ્યું હતું કે, “એ મહત્વનું નથી કે તમે કઈ હેર સ્ટાઈલ રાખી છે. પરંતુ જીત હોય કે હાર, તમે તમારું  દિમાગ હંમેશા શાંત રાખ્યું. આ દેશના યુવાઓ માટે એક મોટી શીખ છે. ”

ઉલ્લેખનીય છે કે, 39 વર્ષની ઉમર ધરાવતા મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2004મા આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું, ત્યાર બાદ તેમણે 350 વન-ડે, 90 ટેસ્ટ અને 98 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, ધોનીની કેપ્ટનશિપમાં ભરાત એ બે વર્લ્ડ કપ જીત્યા છે, પ્રથમ વર્લ્ડ કપ વર્ષ 2007મા ટી-20 વર્લ્ડ કપ અને બીજો વર્લ્ડ કપ વર્ષ 2011માં 50 ઓવરનો વર્જીત્યો હતો, ત્યાર બાદ વર્ષ 2013મા ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. તે ઉપરાંત વર્ષ 2010 અને વર્ષ 2016નો જે એશિયા કપ રમાયો હતો તે પણ ઘોનીની કેપ્ટનશિપમાં ભારત જ જીત્યુ હતું.

સાહીન-