દિલ્હીઃ- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ચેમ્બરમાં પોતાનો 73 મો જન્મદિવસ ઉજવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્રારા પીએમ મોદીના જન્મ દિવસને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.અત્યારથી જ બીજેપીએ આ માટે તમર કસી છે
જાણકારી પ્રમાણે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના 73માં જન્મદિવસથી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ સુધી ‘સેવા પખવાડા’ ચલાવશે. વડા પ્રધાનના જન્મદિવસની તૈયારીઓને લઈને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ, વિનોદ તાવડે, સુનીલ બંસલ, સંજય બાંડી અને કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે નડ્ડાએ સાંસદો સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું કે સેવા પખવાડા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબર સુધી ચાલશે. સાંસદોને તેમના વિસ્તારોમાં રક્તદાન શિબિર અને સ્વચ્છતા અભિયાનો યોજીને લોકોની સેવા કરવા માટે કહેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બેઠકમાં ‘મેરી માટી, મેરા દેશ’ અને પાર્ટીના અન્ય ભાવિ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે સાંસદોને કહેવામાં આવ્યું હતું કે જો પાત્ર લોકો પાસે આયુષ્માન ભારત યોજનાના કાર્ડ નથી, તો તેમને મેળવવામાં મદદ પૂરી પાડવામાં આવે. સાંસદોને ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન દ્વારા લોકો સાથે વાતચીત કરવા અને ગામડાઓની મુલાકાત લેવા પણ કહેવામાં આવ્યું હતું.