Site icon Revoi.in

વડાપ્રધાન મોદીના સંબોધનથી યુવાઓમાં નવી આશા જાગી છે- ગૃહમંત્રી અમિત શાહ

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી વિશઅવભરમાં લોકલાડીલા નેતા છે, તેઓ પોતાના ભાષણ દરેકને પ્રેરણા આપે છે આ સાથે જ આજના યુવાઓને તેમને સાંભળવા પણ ગમે છે ત્યારે  હવે આ બબાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વિતેલા દિવસના રોજ આ બાબતનો લોકસભામાં ઉલ્લેખ કર્યો હતો.

જાણકારી પ્રમાણે અમિત શાહે બુધવારે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેનાથી યુવાનોમાં નવી આશા જાગી છે અને તેમણે ગરીબો, આદિવાસીઓ અને દલિત લોકોમાં બનાવેલા વિશ્વાસને પણ પુનર્જીવિત કર્યો છે.

એટલું જ નહી અમિત શાહે પીએમ મોદીના સંબોધનની વાચત આગળ વધારતા વધુમાં એમ પણ જણાવ્શાયું કે પીએમમોદીના  સકારાત્મક દૃષ્ટિકોણથી મોદીએ પુષ્ટિ કરી છે કે ભારત તેના ‘અમૃત કાલ’માં પાછું વળીને જોઈ રહ્યું નથી.આ સાથે જ અન્ય એક ટ્વિટમાં શાહ એ કહ્યું હતું કે, ” આઝાદી પછી દાયકાઓ સુધી તેમને વંચિત રાખનારાઓ દ્વારા વિશ્વાસનો આ પાયો હવે હચમચી ન શકે.”

આ સાથે જ ગૃહમંત્રીએ ટ્વીટ પણ કર્યું છે, “વડાપ્રધાન મોદીએ આજે ​​તેમના સંબોધનમાં શ્રેષ્ઠ સંસદીય પ્રથાનું નવું ઉદાહરણ સ્થાપિત કરીને યુવાનોમાં નવી આશા જગાવી છે. તેમના સકારાત્મક દૃષ્ટિકોણ સાથે, વડા પ્રધાને પુષ્ટિ કરી કે ભારત તેના અમૃતકાળમાં પાછું વળીને જોઈ રહ્યું નથી.

તેમણે કહ્યું કે પીએમ મોદીના સંબંધનથી દરેક લોકોને પોતાનો હક મળ્યો છે.મોદીના ભાષણથી ગરીબો, આદિવાસીઓ અને દલિત લોકોનો આત્મવિશ્વાસ ફરી વળ્યો છે.તેમણે ગરીબો, આદિવાસીઓ અને વંચિતોને તેમના અધિકારો આપ્યા છે અને તેમનું જીવનધોરણ ઊંચું કર્યું છે.