1. Home
  2. ગુજરાતી
  3. સુરતમાં વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ દિવાળી સુધીમાં ખૂલ્લો મુકાશે
સુરતમાં વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ દિવાળી સુધીમાં ખૂલ્લો મુકાશે

સુરતમાં વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ દિવાળી સુધીમાં ખૂલ્લો મુકાશે

0
Social Share

સુરતઃ શહેરનો સૌથી મોટો ડ્રિમ પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ દિવાળી સુધીમાં શરૂ થઈ જશે. જેના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો, જે હવે ટૂંક સમયમાં ખુલ્લુ મુકાવા જઈ રહ્યો છે.

સુરતમાં ડાયમંડ બુર્સમાં 4500 ઓફિસમાં 65 હજાર લોકો એક છત નીચે કામ કરી શકશે. એક અંદાજ પ્રમાણે ડાયમંડ બુર્સ બન્યા પછી દોઢ લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા છે. તેમજ વિદેશમાંથી હજારો લોકોની અવરજવર પણ વધી જશે. મુંબઈની ડાયમંડ કંપનીઓ પણ સુરતમાં પોતાની ઓફિસ શરૂ કરી શકશે. જેના કારણે સુરતમાં રિયલ એસ્ટેટ, હોટલ ઇન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટ અને બિઝનેસ ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે. ડાયમંડના રો મટિરિયલસ માટે કંપનીઓને વિદેશોમાં ઓફિસ રાખવી પડે છે. પણ સુરતમાં ડાયમંડ બુર્સ બન્યા પછી હવે વિદેશી કંપનીઓ તેમના મટીરીયલ્સ ડાયમંડ બુર્સમાં રાખશે. એટલે સુરતની ડાયમંડ કંપનીનો ખર્ચ અને સમય પણ બચી જશે.મુંબઈથી સુરતમાં આવનારા લોકોની સંખ્યા મોટી છે.

મુંબઈમાં જે ભાડું આપવું તેટલામાં સારામાં સારી પ્રોપર્ટી સુરતમાં ખરીદી શકાશે. ડાયમંડ બુર્સ બન્યા પછી 175 દેશના ખરીદદારો સુરતમાં આવશે. તેથી વિદેશથી આવનારાઓ માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે. ડાયમંડ બુર્સ ની આસપાસ ત્રણ નવી ફાઇવ સ્ટાર હોટેલો પણ બની રહી છે. ખરીદદારો આવશે ત્યારે બિઝનેસનું કામ કરશે તો સુરતમાંથી ખરીદી પણ કરશે. એટલે સુરતની વસ્તુઓનું પણ બ્રાન્ડિંગ થશે. ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીએ જણાવ્યું હતું કે પીએમ મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ હતો. એટલે ઉદ્ઘાટન તેમના હસ્તે જ કરવામાં આવશે. આ માટે પીએમઓ ઓફિસનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.

2500 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થનાર ડાયમંડ બુર્સ અમેરિકાના ડિફેન્સ હેડ ક્વાર્ટસ પેન્ટાગોન કરતા પણ મોટું છે. 6 જેટલા એફિલ ટાવર બની શકે તેટલું સ્ટીલ એકમાત્ર આ બુર્સની ઇમારતોમાં વપરાયું છે. ઓફીસ સ્ટ્રક્ચર પણ એવું બનાવવામાં આવ્યું છે જેમાં ગેટથી ઓફીસ સુધી માત્ર 4 મિનિટમાં જ પહોંચી શકાશે. આખી બિલ્ડીંગમાં 125 કરતા પણ વધુ લિફ્ટ રાખવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code