- એરપોર્ટ ઉપર પ્રિંસ હાજી અલ-મુહતાદી બિલ્લાહએ કર્યું સ્વાગત
- વડાપ્રધાન મોદીની આ યાત્રાને ખાસ માનવામાં આવે છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રુનેઈ પહોંચ્યાં હતા. એરપોર્ટ ઉપર ક્રાઉન પ્રિંસ હિજ રોયલ હાઈનેસ પ્રિંસ હાજી અલ-મુહતાદી બિલ્લાહએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાત્રાને ખાસ માની રહ્યાં છે, કેમ કે વડાપ્રધાન મોદીની આ પ્રથમ દ્રિવિપક્ષીય યાત્રા છે. બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાં છે. જેની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે.
પીએમ મોદી બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગાવાન પહોંચ્યાં હતા. ત્યાં તેઓ જે હોટલમાં રોકાયાં છે ત્યાં પ્રવાસી ભારતીયોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. હોટલની બહાર ઉપર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યાં હતા. પીએમ મોદી મંગળવારે બ્રુનેઈ અને સિંગાપુરની 3 દિવસની યાત્રા માટે ભારતથી રવાના થયાં હતા. તે પહેલા તેમણે જણાવ્યું હતું કે, બ્રુનેઈ અને સિંગાપુરને ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને હિંદ-પ્રશાંત માટે તેમના દ્રષ્ટીકોણથી મહત્વપૂર્ણ ભાગીદાર મનાય છે અને કહ્યું કે, તેમની યાત્રાથી બંને દેશો ઉપરાંત એસિયાન ક્ષેત્ર સાથે પણ ભારતીય ભાગીદારી વધારે મજબુત બનશે. બંને દેશોની મુલાકાત માટે રવાના થતા પહેલા પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક દૃષ્ટિકોણના સંદર્ભમાં બંને દેશો મહત્વપૂર્ણ ભાગીદારો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે તેઓ બ્રુનેઈ દારુસ્સલામની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત માટે રવાના થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, એવા સમયે જ્યારે ભારત અને બ્રુનેઈ તેમના રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, તે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સુલતાન હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય આદરણીય સભ્યો સાથે વાતચીત કરવા આતુર છે. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ આવતીકાલે બ્રુનેઈથી સિંગાપુર જશે. તેમણે કહ્યું કે તેઓ ત્યાં રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિએન લૂંગ અને વરિષ્ઠ નેતા ગોહ ચોક ટોંગ સાથે મળવા અને વાતચીત કરવા માગે છે. પીએમ મોદી સિંગાપોરમાં વેપારી સમુદાયના દિગ્ગજોને પણ મળશે.