Site icon Revoi.in

કોરોનાકાળને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસ સામે રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકો અને કોરોનાકાળને યાદ કરીને ભાવુક થયાં હતા. તેમજ તેમણે આરોગ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન કર્મચારીઓ સહિત દેશવાસીઓએ કોરોના સામેની લડાઈ કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામરીને પગલે આપણા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઈવ, આશાવર્કર, સફાઈ કર્મચારી અને પોલીસ અને ફ્રન્ટલાઈન વર્કસે પોતોના કામને પ્રાથમિકતા આપી હતી. જેમાંથી અનેક સાથી એવા છે કે, જેઓ પરત ફર્યાં જ નથી. તેમણે એક-એક જીવન બચાવવા માટે પોતાનું જીવન આહુત કર્યું હતું. આ ઉપરાંત કોરોનાએ બીમારને પરિવારથી અલગ કરી નાખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાકાળને યાદ કરીને ભુવાક થયાં હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપીને તેમનું ઋણ ચુકવવામાં આવશે. ભારતે કોરોના મહામારી સમયે અનેક દેશોને દવા સહિતની મદદ કરી છે. આજે દુનિયાની નજર ભારતની રસીકરણ અભિયાન ઉપર છે.