Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી

Social Share

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી 10 નવી વંદે ભારત ટ્રેનને  લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. રેલવે સાથે જોડાયેલી 85 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાનો શુભારંભ કરાવ્યો. રેલવે મુસાફરી કરતા મુસાફરોને અમદાવાદથી મુંબઈની વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી. આ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ મુસાફરી માત્ર 5 કલાકમાં પૂર્ણ થઈ જશે.

મંગળવારથી દોડનારી વંદે ભારત ટ્રેન સવારે 6-10 વાગ્યે ઉપડીશે અને 11-35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોચાડશે.  પ્રધાનમંત્રી આજે અન્ય રેલ પરિયોજનાઓનું પણ લોકાર્પણ તથા શિલાન્યાસ કર્યું . જેમાં ખીજડીયા-અમરેલી સેકશનમાં  રુપિયા 178 કરોડના ખર્ચે  17.76 કિલોમિટરના ગેજ રુપાંતર પ્રોજેક્ટના  ખાતમુર્હુત સહિતની પરિયોજનાઓનો  સમાવેશ થાય છે.

અમદાવાદ-જામનગર વંદે ભારત દ્વારકા, અજમેર-દિલ્હી સુધી લંબાવવામાં આવી રહ્યું છે સરાય રોહિલ્લા વંદે ભારત ચંદીગઢ, ગોરખપુર-લખનઉ સુધી લંબાવવામાં આવી રહ્યું છે વંદે ભારત પ્રયાગરાજ સુધી લંબાવવામાં આવી રહ્યું છે અને તિરુવનંતપુરમ-કાસરગોડ વંદે ભારત મેંગલુરુ સુધી લંબાવવામાં આવી રહ્યું છે; અને આસનસોલ અને હટિયા અને તિરુપતિ અને કોલ્લમ સ્ટેશનો વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી રેલવે સ્ટેશનો પર 50 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો દેશને સમર્પિત કરી. આ જન ઔષધિ કેન્દ્રો લોકોને વાજબી અને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ દેશને 51 ગતિમાન શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ્સ આપ્યા. આ ટર્મિનલ પરિવહનના વિવિધ માધ્યમો વચ્ચે માલની અવિરત હિલચાલને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રી 80 વિભાગોમાં 1045 આરકેએમ ઓટોમેટિક સિગ્નલિંગ દેશને સમર્પિત કર્યા. આ અપગ્રેડથી ટ્રેન સંચાલનની સલામતી અને કાર્યક્ષમતામાં વધારો થશે. પ્રધાનમંત્રી 2646 સ્ટેશનો પર રેલવે સ્ટેશનોનું ડિજિટલ કન્ટ્રોલિંગ રાષ્ટ્રને પણ સમર્પિત કરશે. આનાથી ટ્રેનોની ઓપરેશનલ કાર્યક્ષમતા અને સલામતીમાં સુધારો થશે. પ્રધાનમંત્રીએ  35 રેલ કોચ રેસ્ટોરાં દેશને આપ્યા. રેલ કોચ રેસ્ટોરન્ટનો હેતુ રેલવે માટે ભાડા વગરની આવક પેદા કરવા ઉપરાંત મુસાફરો અને લોકોની જરૂરિયાતોને પૂરી કરવાનો છે.

આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે વિરાસત અને વિકાસના મંત્ર સાથે પૂરપાટ આગળ વધી રહી છે તેથી જ અમારી સરકારે  રેલવે બજેટને દેશના બજેટમાં સમાવીને તેમાં 6 ગણો વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું કે નોર્થ ઇસ્ટના 6 એવા રાજ્યો કે જ્યાંના પાટનગર સાથે રેલવે નહોતી જોડાયેલી ત્યાં હવે ટ્રેન સુવિધા મળી રહી છે  વર્ષ 2014થી રેલવેમાં જાણે ક્રાંતિ આવી છે . તેમણે ઉમેર્યું હતું કે રેલવેનો કાયાકલ્પ એ ભારતના વિકાસની ગેરંટી છે .

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, દેશના  250 કરતા વધુ જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું  નેટવર્ક ફેલાયું છે  જોકે પ્રધાનમંત્રીએ આ લોકાર્પણને રાજનીતિ સાથે  જોડતા લોકોના કટાક્ષનો જવાબ આપતા રેલવે દ્વારા થતા વિકાસની વાતને પ્રાધાન્ય આપ્યું હતું.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમ દરમિયાન રેલવે સ્ટેશનના મોડલનું પણ નિરિક્ષણ કર્યું હતું તેમજ આ કાર્યક્રમ નિહાળવા રેલવે દ્વારા જે ઉત્તમ આયોજન કરવામાં આવ્યું તે માટે રેલવે વિભાગને વધામણી પણ આપી હતી.