પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ રક્ષાબંઘનના પર્વ પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
Vinayak Barot
Social Share
દિલ્હીઃ આજરોજ 30 ઓગસ્ટના દિવસે આખો દેશ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંઘનની ઉજવણી કરી રહ્યો છે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે ત્યારે દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રક્ષા બંઘનના પાવન પર્વ પર દેશવાસીઓને ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન અને ઓણમના શુભ અવસર પર પીએમ મોદીએ દેશની માતાઓ અને બહેનોને મોટી ભેટ આપી હતી.હવે ગેસ સિલિન્ડરના ભાવમાં તમામ ગ્રાહકોને 200 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે.આ નિર્ણય સાથે, ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ ગેસ સિલિન્ડરની કુલ સબસિડી હવે 400 રૂપિયા થઈ જશે.
રક્ષાબંઘનના આજના પર્વ પર પીએમ મોદીએ X કે જે અગાઉ ટ્વિટર હતું તેના પર લખ્યું, છે કે ‘મારા પરિવારના તમામ સભ્યોને રક્ષાબંધનની શુભકામનાઓ.બહેન અને ભાઈ વચ્ચેના અતૂટ વિશ્વાસ અને અપાર પ્રેમને સમર્પિત રક્ષાબંધનનો આ શુભ તહેવાર આપણી સંસ્કૃતિનું પવિત્ર પ્રતિબિંબ છે.હું ઈચ્છું છું કે, આ તહેવાર દરેકના જીવનમાં સ્નેહ, સંવાદિતા અને સંવાદિતાની ભાવનાને ઊંડો બનાવે.
राष्ट्रपति द्रौपदी मुर्मू और केंद्रिय गृह मंत्री अमित शाह ने भी देशवासियों को रक्षाबंधन की बधाई दी। राष्ट्रपति ने एक्स (पूर्व में ट्विटर) पर लिखा, ‘सभी देशवासियों को रक्षाबंधन के पावन पर्व की हार्दिक शुभकामनाएं! यह त्योहार भाई-बहन के अटूट प्रेम का प्रतीक है और अत्यंत उत्साह के साथ मनाया जाता है। आइए, इस शुभ अवसर पर हम देश में महिलाओं के लिए अधिक सुरक्षित और समानतापूर्ण वातावरण बनाने का संकल्प लें।’
આ સાથે જ રાષ્ટ્રપતિ મુર્મુએ પણ દેશવાસીઓને રક્ષાબંઘનની શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ લખ્યું છે કે, ‘રક્ષાબંધનના શુભ તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ!આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે અને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.આવો આપણે આ શુભ અવસર પર દેશમાં મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સમાન વાતાવરણ બનાવવાની પ્રતિજ્ઞા લઈએ.’
આ સહીત ગૃહમંત્રી શાહે પણ દેશવાસીોને શુભેચ્છા પાઠવતા એક વીડિયો શેર કરીને દેશવાસીઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.તેમણે લખ્યું, ‘ભાઈ-બહેનના અતૂટ સંબંધ અને પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો આ શુભ તહેવાર દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે.