Site icon Revoi.in

રાજ્ય સરકારોને ઈંઘણ ઉપરના ટેક્સમાં ઘટાડો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંઘણની કિંમતોને લઈને પણ તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપવા અપીલ કરી હતી.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-કિંમતની કિંમતમાં થઈ રહેલા વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેમનું બજેટ વધી ગયું છે. જેથી લોકો ઈંધણના ભાવમાં ઘટાડાને લઈને માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને કિંમતમાં ઘટાડો કરવા માટે અનુરોધ કર્યો હતો. કોપરેટિવ ફેડરલિઝમની ભાવન હેઠળ રાજ્ય સરકારો વેટની કિંમતમાં ઘટાડો કરવો જોઈએ. અગાઉ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો ન હતો, પરંતુ તમામ રાજ્ય સરકારોએ ટેક્સમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેટલાક રાજ્ય સરકારો દ્વારા આ અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ઈંધણની કિંમતમાં રાહત આપવા માટે પીએમની અપીલ યોગ્ય છે પરંતુ સૌ પ્રથમ કેન્દ્ર સરકારે પણ ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ, જેથી વાહન ચાલકોને આર્થિક લાભ થાય. બીજી તરફ ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈંઘણના ભાવમાં ઘટાડાને લઈને સરકાર દ્વારા વિચાણા કરવામાં આવી રહી છે. અગાઉ પણ ટેક્સમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપવામાં આવી હતી. હવે ફરીથી ટેક્સમાં ઘટાડો કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.