Site icon Revoi.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂણેની મુલાકાતે પહોંચ્યા – પુણેના શ્રીમંત દગડુશેઠ હલવાઈ મંદિરમાં કરી પૂજા

Social Share

પૂણેઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મહારાષ્ટ્રના પૂણેની મુલાકાતે પહોચી ચૂક્યા છએ,પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી આજરોજ પુણે એરપોર્ટ પહોંચ્યા.અહી પીએમ મોદીનું મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીએ પુણેના શ્રીમંત દગડુશેઠ હલવાઈ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

વઘુ વિગત પ્રમાણે આજરોજ પીએમ મોદીને  પુણેમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી પણ  સન્માનિત કરવામાં આવશે. એનસીપીના વડા શરદ પવાર આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે જેઓ પીએમ મોદીને સન્માન આપશે.ઉલ્લેખનીય છે કે ટિળક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા 1983માં  આ પુરસ્કાર આપવાની શરૂઆત કરાઈ હતી. લોકમાન્ય ટિળકની પહેલી ઓગસ્ટે પુણ્યતિથિ દિને દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિને આ પુરસ્કારથી સન્માનવામાં આવે છે.આ વર્ષે પીએમ મોદીને સન્માનિત કરવામાં આવનાર છે.

પ્રધાનમંત્રી આવતીકાલે પુણે મેટ્રો રેલવેના બીજા તબક્કાની રેલવે સેવાનો પ્રારંભ કરાવશે. વર્ષ 2016માં પ્રધાનમંત્રીએ બીજા તબક્કાની કામગીરીનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી પૂણેના  જાણીતા દગડુ શેઠ ગણપતિ મંદિરમાં દર્શન પૂજા પણ કરશે.

ઉલ્લેખનીય છે કે શરદ પવારની NCP પણ આ ગઠબંધનનો ભાગ છે, જોકે તેમના ભત્રીજા અજિત પવારની આગેવાની હેઠળ પક્ષના ધારાસભ્યો અને નેતાઓનું એક મોટું જૂથ મહારાષ્ટ્ર સરકારમાં જોડાયું છે અને હવે NDAનો ભાગ છે. પરંતુ પુણેમાં યોજાનાર કાર્યક્રમ પહેલા કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં બેચેની જોવા મળી રહી છે.