પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલી પાઠવી
નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી તરફથી લદાયેલી ઈમરજન્સી એટલે કે કટોકટીનો ભાજપ આજે રાષ્ટ્રીય સ્તરે વિરોધ કરી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર ટ્વીટ કરીને ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને આજે શ્રદ્ધાંજલી અર્પવા આહ્વાન કર્યુ છે.
ઈમરજન્સી સામે આજે ભાજપ રાષ્ટ્રીય સ્તરે વિરોધ દર્શાવી રહયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે બપોરે ઈમરજન્સીને લોકશાહીનો કાળો દિવસ ગણાવી તે મુદ્દે ભાજપ મુખ્યાલય ખાતે સંબોધન પણ કરવાના છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દે એક્સ પર ટ્વીટ કર્યુ છે. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં જણાવ્યુ છે કે, “આજનો દિવસ એ તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. ઈમરજન્સીના કાળા દિવસો આપણને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસે મૂળભૂત સ્વતંત્રતાઓને નષ્ટ કરી અને ભારતના બંધારણનું ઉલ્લંઘન કર્યું. કોણ છે. દરેક ભારતીય દ્વારા આદર કરવામાં આવે છે.”
તેમણે લખ્યું, “જે માનસિકતા ઇમરજન્સી લાદવા તરફ દોરી ગઈ તે પાર્ટીમાં હજુ પણ જીવંત છે. તેઓ બંધારણ માટે તેમનો અણગમો છુપાવે છે. ભારતની જનતાએ તેમના કાર્યો દ્વારા જોયું છે અને તેથી જ તેમણે તેમને ફરીથી નકારી કાઢ્યા છે.