નવી દિલ્હીઃ ભારતની આઝાદીના મહાનાયક મંગલ પાંડેની જન્મજ્યંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત દેશના અન્ય રાજકીય મહાનુભાવોએ પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
The great Mangal Pandey is synonymous with courage and determination. He ignited the spark of patriotism at a very critical period of our history and inspired countless people. Remembering him on his birth anniversary. Had paid tributes to his statue in Meerut earlier this year. pic.twitter.com/QyWaIbEh9A
— Narendra Modi (@narendramodi) July 19, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “મહાન મંગલ પાંડે હિંમત અને દ્રઢનિશ્ચયનો પર્યાય છે. તેમણે આપણા ઈતિહાસના અત્યંત નિર્ણાયક સમયગાળામાં દેશભક્તિની ચિનગારી પ્રજ્વલિત કરી અને અસંખ્ય લોકોને પ્રેરણા આપી. તેમની જન્મજયંતી પર તેમને યાદ કરીએ છીએ. આ વર્ષની શરૂઆતમાં મેરઠમાં તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.”