Site icon Revoi.in

ઓસ્ટ્રિયામાં ‘વંદે માતરમ’ ની ધૂન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કરાયું ભવ્ય સ્વાગત

Social Share

રશિયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. રાજધાની વિયેનામાં હોટેલ રિટ્ઝ-કાર્લટનમાં કલાકારોએ ‘વંદે માતરમ’ ની વિશેષ રજૂઆત સાથે PM Modi નું ભવ્ય સ્વાગત કર્યું. PM Modi 9 જુલાઈએ ઐતિહાસિક મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી 41 વર્ષમાં આ દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. PM Modi ના આગમન બાદ ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામરે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ પછી બંને નેતાઓ રિટ્ઝ-કાર્લટન હોટલ પહોંચ્યા, જ્યાં ‘વંદે માતરમ’ના વિશિષ્ટ પ્રદર્શન સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

ચાન્સેલર નેહમર સાથે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે

આ દરમિયાન ભારતીય સમુદાયના સભ્યોએ પણ PM Modi ને અભિનંદન પાઠવ્યા હતા. ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેનને મળશે અને બાદમાં ચાન્સેલર નેહમર સાથે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામરે PM Modi સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં કહ્યું, વિયેનામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ અમારા માટે આનંદ અને સન્માનની વાત છે. ઑસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદારો છે. હું તમારી મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. આ દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓની રાહ જોઈ રહ્યા છીએ.

PM Modi ઓસ્ટ્રિયામાં ઘણા અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઑસ્ટ્રિયાની મુલાકાત દરમિયાન બંને દેશો તેમના સંબંધોને વધુ મજબૂત કરવા અને વિવિધ ભૌગોલિક રાજકીય પડકારો પર સહયોગ કરવાના માર્ગો પર વિચાર કરશે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરોમાં PM Modi સાથે કાર્લ નેહમરે લીધેલી આલિંગન અને સેલ્ફી સહિત બંને નેતાઓ વચ્ચેની ઉષ્માભરી વાતચીત જોવા મળી હતી. PM Modi આજે ઓસ્ટ્રિયામાં ઘણા અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિયેનામાં ઉદ્યોગપતિઓને પણ મળશે. આ સિવાય PM Modi ઓસ્ટ્રિયામાં રહેતા ભારતીય નાગરિકો સાથે પણ વાત કરશે.