Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મીએ નવસારી અને 18મીએ વડોદરામાં જાહેર સભાને સંબોધશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ પક્ષોમાં પ્રચાર-પ્રસારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાતો પણ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10મી જુન અને 18મી જુને ગુજરાતમાં નવસારી અને વડોદરામાં જાહેર સભાને સંબોધશે. આ માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની આગામી તા.18મી જુનના રોજ  વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડાદરામાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે, શહેરમાં આવાસ યોજનાના લોકાર્પણ બાદ એક જંગી જાહેરસભાને સંબોધન કરશે. ભાજપ દ્વારા પાંચ લાખથી વધુની મેદની એકત્ર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. વડાપ્રધાન યાત્રાધામ પાવાગઢની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. ભાજપ દ્વારા વડાપ્રધાનની વડોદરાની સભાને સફળ બનાવવા જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાનની વડોદરા પહેલા નવસારીની મુલાકાતે આવશે. તા.10ને શુક્રવારના રોજ વડાપ્રધાન મોદી નવસારીના ચીખલી તાલુકાના બુડવેલમાં સમરસતા સંમેલનને સંબોધન કરશે તથા તેમજ અમદાવાદમાં વડાપ્રધાન ઈસરો ટાઉનશીપનું પણ લોકાર્પણ કરશે.

.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી દિલ્હી સુધીની સત્તાનું સુકાન સંભાળવા દરમિયાન વર્ષ 2014માં વડોદરા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. સાથે જ તેમણે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. બંને બેઠકો પર જંગી મતોથી વિજય બાદ તેમણે વડોદરા બેઠક છોડી હતી. પરંતુ આ સમયે તેમણે કહ્યું હતું કે વડોદરા મારી કર્મભૂમી છે. ત્યારે આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કર્મભૂમી વડોદરામાં વડાપ્રધાન મોદી 18 જૂનના રોજ આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 18 જૂનના રોજ વડોદાર એરપોર્ટથી સંગમ ચાર રસ્તા થઇ લેપ્રસિ ગ્રાઉન્ડ સુધી સાડા પાંચ કિલોમીટરનો રોડ શો યોજાશે. અહીં નોંધવુ રહ્યું કે વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો વડોદરામાં આ પ્રથમવાર સત્તાવાર રોડ શો છે. એટલે કે 8 વર્ષ બાદ આટલું મોટું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો અંગે માહિતી આપતા વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના રોડ શોમાં એક લાખ લોકો સામેલ થશે. (FILE  PHOTO)