પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરશે ‘મન કી બાત’ કાર્યક્રમ – ખાસ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચાઓ
- પીએમ મોદી 11 વાગ્યે રેડિયો પર કરશે મન કી બાત
- રવિવારે 11 વાગ્યે દેશની જનતાનું સંબોધન કરશે
દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોના વાયરસ સામે લડત લડી રહ્યો છે, કોરોના મહામારીની કપરી સ્થિતિમાં દેશના પ્રધાનમંત્રી મોદી અવારનવાર દેશની જનતાને સંબોધન કરે છે અને કોરોના વાયરસ સામે દ્રઢતા સાથે લડવાનું અને હિમ્મત ન હારવાનું આહવાન કરતા રહેતા હોય છે ત્યારે આજે ફરીથઈ એક વખત પીએમ મોદી મન કી બાત કાર્યક્રમમાં આપણાને સાંભળવા મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીઆજરોજ એટલે કે રવિવારે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશની જનતાનું સંબોધન કરશે. આ તેમનો 77 મું સંબોધન હશે. આ સમયગાળા દરમિયાન પીએમ મોદી દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો અને રસીકરણની સ્થિતિ વિશે ચર્ચા કરી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે એઆઈઆર પર પ્રસારિત થનારા કાર્યક્રમમાં ભારત અને વિદેશની જનતા સાથે તેમના વિચારો પણ શેર કરશે. આ કાર્યક્રમ એઆઈઆર અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક અને એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ સાથે એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે.
મન કી બાત કાર્યક્રમ એઆઈઆર, દૂરદર્શન સમાચાર, વડા પ્રધાન કાર્યાલય અને યુટ્યુબ ચેનલો દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રાલય પર પણ જોઇ અને સાંભળી શકાશએ . હિન્દી ટેલિકાસ્ટ પછી ટૂંક સમયમાં, તે આકાશવાણીથી પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. આ કાર્યક્રમ ફરીથી પ્રાદેશિક ભાષાઓમાં રાત્રે આઠ વાગ્યે પણ સાંભળી શકાય છે.