Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની પરિસ્થિતિને લઈને બેઠક કરશે

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સિંગથી બેઠક કરશે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા શનિવારે પીએમ મોદીએ અધિકારીઓ સાથે કોરોના મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 1.68 લાખ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ દરમિયાન 277 દર્દીઓના મોત થયાં હતા. એક્ટિવ કેસની સંખ્યા વધીને આઠ લાખને પાર થઈ ગઈ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં 33470 કેસ નોંધાયાં હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાલમાં 19286, દિલ્હીમાં 19166, તમિલનાડુમાં 13990 અને કર્ણાટકમાં 11698 કેસ નોંધાયાં છે. આમ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવતા કેન્દ્રીય આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.