અમદાવાદઃ યુરોપના 3 દિવસના પ્રવાસથી તાજેતરમાં જ પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 15મી મે પછી ગુજરાતના પ્રવાસે આવે તેવી શકયતા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મુલાકાતમાં ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરશે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના સંમેલનમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. આ ઉપરાંત રાજકોટમાં હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ 3 દિવસના યુરોપના પ્રવાસેથી પરત ફર્યાં છે. પીએમ મોદીના 3 દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન ઉર્જા સહિતના ક્ષેત્રોમાં મહત્વના એમઓયુ થયાં છે.