અમદાવાદઃ શહેરમાં પરંપરાગત રથયાત્રામાં ભાગ લેવા માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદીની મુલાકાતને લઈને વહીવટી તંત્રને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રથયાત્રા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સાયન્સસિટી ખાતે તૈયાર કરવામાં આવેલા એક્વેરિયમનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલી હોટલનું પણ લોકાર્પણ કરશે.
પીએમ મોદીના પ્રવાસને તંત્રને તમામ કામગીરીને 10 જ દિવસમાં પૂરી કરી લેવાના ગુજરાત સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશની માછલીઓ જોવા મળશે તેમજ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગની મજા પણ માણી શકાશે. આ વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ 250 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.