વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 5મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે
અમદાવાદઃ નર્મદા નદીના કિનારે કેવડિયાના ટેન્ટ સિટી ખાતે આગામી તા. 3થી 6 માર્ચ સુધી રાષ્ટ્રીય ડી.જી.કોન્ફરન્સ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તા. 5મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને રાત્રિ રોકાણ કરશે. તેમજ ડીજી કોન્ફરન્સના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયામાં ટેન્ટ સિટી ખાતે આગામી તા 3થી 6 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજાવાની છે. જેનો એક સૂચિત કાર્યક્રમ નક્કી થયો છે. વડાપ્રધાન મોદી 5 માર્ચે કેવડિયા આવશે અને રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજરી આપશે. આ ડીજી કોન્ફરન્સ અંગે તાજેતરમાં આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડિયાની મુલાકાત લીધી હતી. કેવડિયાની ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સ યોજાશે અને સંરક્ષણ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-1 ખાતે રોકાણ કરશે.
ડિફેન્સ કોન્ફરન્સમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓના વડાઓ, પીએમ મોદી તેમજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર રહેશે. તા. ૩ તારીખે બપોર સુધીમાં અધિકારીઓ કેવડિયા આવી પહોંચશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સીધા ટેન્ટ સિટી ખાતે આવી પહોંચશે.