અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન 30 ઓક્ટોબરે મહેસાણાના ખેરાલુ તાલુકાના ડોભાડા ખાતે જાહેર સભાને સંબોધશે. તેમજ જિલ્લામાં 4778 કરોડ કરતા વધારે રકમના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હૂત વડાપ્રધાન હસ્તે કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ભાજપના અગ્રણી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન આગામી તા. 30 ઓક્ટોબરે મહેસાણા ખાતે વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુર્હૂત કરશે. મહેસાણાના ખેરાલુ તાલુકાના ડોભાડા ગામે ઉપસ્થિત રહશે અને જ્યાં એક સભા પણ સંબોધન કરશે. મહેસાણા જિલ્લામાં 4778 કરોડ કરતા વધારે રકમના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હૂત વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે.. જેમાં રેલવે અને ધરોઈ ડેમની આસપાસના વિસ્તારમાં શરુ થનારા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાજર રહેશે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ એક્તા દિવસ નિમિત્તે યોજાનારી એકતા પરેડમાં હાજરી આપશે. કેવડીયા ખાતે પણ વિવિધ સુવિધાઓનુ લોકર્પણ અને ખાતમુર્હૂત કરશે. 31મી ઓક્ટોબરને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી વડાપ્રધાન મોદી નિયમિત રુપે એક્તા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લીધે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે,