Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે, વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. તા. 9થી 11મી સુધીના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના વિકાસ કાર્યો પ્રજા માટે ખુલ્લા મુકાશે. આ ઉપરાંત અનેક વિકાસ કાર્યોનું ખાતમૂહર્ત કરશે.

9મી ઑક્ટોબરે, સાંજે 5:30 વાગ્યે, પ્રધાનમંત્રી મહેસાણાના મોઢેરા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી સાંજે લગભગ 6:45 વાગ્યે મોઢેશ્વરી માતાના મંદિરમાં દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે સૂર્ય મંદિરની મુલાકાત લેશે.

10મી ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે પ્રધાનમંત્રી ભરૂચના આમોદ ખાતે વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, સાંજે 5:30 વાગ્યે, પ્રધાનમંત્રી જામનગર ખાતે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

11મી ઑક્ટોબરે, બપોરે 2:15 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, ત્યારબાદ તેઓ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરની યાત્રા કરશે, જ્યાં તેઓ લગભગ 5.45 PM વાગ્યે દર્શન અને પૂજા કરશે. આ પછી સાંજે લગભગ 6:30 વાગ્યે શ્રી મહાકાલ લોક અર્પણ કરવામાં આવશે, ત્યારબાદ ઉજ્જૈનમાં 7:15 PM પર જાહેર કાર્યક્રમ યોજાશે.