ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ પાઘડી કરી ધારણ, આકર્ષણનું કેન્દ્ર બની પાઘડી
નવી દિલ્હીઃ આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવીમાં પીએમ મોદી કેસરી રંગની પાઘડીમાં જોવા મળ્યાં હતા. PM મોદીએ એ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર પણ આવી જ લાલ, ગુલાબી અને પીળી પાઘડી પહેરી હતી. આ પાઘડી સાથે પીએમ મોદીએ સફેદ રંગનો કુર્તા-પાયજામા અને બ્રાઉન સાદરી પહેરી હતી. દેશના 75માં ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ પાઘડી પહેરી હતી. જેની સમગ્ર દેશમાં હાલ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષ ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસના પર્વ પર વિશેષ પાઘડીમાં જોવા મળી છે. તેમની પઘડી દર વર્ષે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ વખતે પીએમ મોદીએ વિશેષ વાઘડી પહેરી હતી જેમાં બાંધણી પ્રિન્ટ પસંદ કરાઈ હતી. પીએમ મોદીએ જે પાઘડી પહેરી હતી જેમાં લાલ, પીળો, કેસરી અને ગુલાબી રંગ જોવા મળ્યો હતે. જેની પાછળની બાજુમાં લીલો રંગ હતો. આ બાંધણી પ્રન્ટ પાઘડી હતી જે રાજસ્થાન અને ગુજરાતમાં ખુલ લોકપ્રિય છે. વિશેષ પ્રસંગ્ર ઉપર પાઘડી પહેરવી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે. પીએમ મોદી આ પરંપરા દર વર્ષે નિભાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધારણ કરેલી પાઘડીમાં રંગને લઈને જાણકારોનું માનવું છે કે, પાઘડીમાં કેસરી રંગ હતો. આમ પીએમ મોદીએ પ્રભુ રામ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવી હતી. આ ઉપરાંત આ વર્ષની પરેડમાં મહિલા શક્તિ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. જેમાં પાઘડીનો પિંક રંગમાં મહિલા શક્તિના દર્શન થાય છે. આ વખતે દેશભરમાંથી 100 મહિલા સાંસ્કૃતિક કલાકારોએ પરંપરાગત વાદ્યો સાથે પરેડની શરૂઆત કરી હતી. આ વર્ષે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. પ્રથમ વખત, મહિલા-આધારિત પ્રજાસત્તાક દિવસની થીમ હેઠળ મહિલાઓની ત્રિ-સેવા ટુકડી પણ પરેડમાં ડ્યુટી પાથ પર કૂચ કરતી જોવા મળે છે. જેમાં કેપ્ટન શરણ્યા રાવ આર્મી ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે. ફ્રાન્સની 95 સભ્યોની માર્ચિંગ ટીમ અને 33 સભ્યોની બેન્ડ ટીમ પણ 75માં ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લઈ રહી છે.