Site icon Revoi.in

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન ભાજપ દ્વારા ‘સેવા પખવાડિયા’ તરીકે ઊજવાશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. ભાજપ દ્વારા વડાપ્રધાનનો જન્મદિન વિશેષ રીતે ઊજવવાનું આયોજન કર્યું છે. જેમાં જનહિતના કાર્યો, રક્તદાન કેમ્પો, સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પખવાડિયા સુધી વિવિધ સેવાકિય કાર્યક્રમો યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી મોદી પોતાના જન્મ દિવસની ઊજવણી એ રીતે કરવા માંગતા હતા કે જેનાથી પ્રજા ઉપયોગી કાર્યો થાય અને જન હિત સધાય. વડાપ્રધાન મોદીની ઇચ્છાને પગલે હવે દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ મોદીના જન્મ દિવસને જનહિતના કાર્યો કરીને ઊજવે છે. આગામી તા. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે  કાર્યકર્તાઓ દ્વારા આ જન્મદિવસને ‘સેવા પખવાડીયા’ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. તા. 17 સપ્ટેમ્બરથી 02 ઑક્ટોબર સુધી દરેક જિલ્લા અને મહાનગરમાં નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના પ્રદર્શનનું આયોજન કરાશે. આ પ્રદર્શની નમો એપ પર ડિજિટલ – ફોર્મમાં ઉપલબ્ધ હશે. વડાપ્રધાને કરેલા કાર્યો અને કાર્યક્ષમતા ૫૨ પુસ્તકોનો સ્ટોલ પણ રખાશે. ઉપરાંત મોદીજીના જન્મદિને  તમામ જિલ્લા અને મહાનગરોમાં  દરેક વિધાનસભામાં એક “મેગા રક્તદાન કૅમ્પ” યોજાશે. ભાજપ યુવા મોરચો તેમાં વિશેષ યોગદાન આપશે  દરેક વિધાનસભા દીઠ ઓછામાં ઓછી 500 બોટલ રક્તદાન થાય તેવી વ્યવસ્થા કરાશે. આ કાર્યક્ર્મથી એક નવો વિશ્વ રેકર્ડ પણ બનશે. તા. 18મી સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયતનું લોચિંગ કરવામા આવશે. આ દિવસે રાજ્યની તમામ વિધાનસભાઓમાં એક સાથે 182 સ્કુટી, એલઈડી સાથે દરેક ગ્રામ પંચાયત સુધી નમો કિસાન પંચાયતનો શુભારંભ કરાશે. આ કાર્યક્ર્મ કિસાન મોરચા દ્વારા થશે જેમાં તમામ કાર્યકર્તાઓ જોડાય તેવી વ્યવસ્થા ઊભી કરાશે. તા. 21 સપ્ટેમ્બર ના રોજ  75000  દીકરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ તથા દવા વિતરણ કાર્યક્રમ, મહિલા મોરચા તથા ડૉકટર સેલના સંયુક્ત ઉપક્રમે યોજાશે. 13 વર્ષથી 20 વર્ષની દિકરીઓનું હિમોગ્લોબીન ટેસ્ટ 750 સ્થળે થશે. દરેક સ્થાન પર ઓછામાં ઓછી 100 દીકરીઓ આ ટેસ્ટીગ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ તા. 25 સપ્ટેમ્બર, 2022 ના  દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ તથા મન કી બાતનો કાર્યક્રમ અને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત તા. 25 સપ્ટેમ્બરના રોજ પ્રેક્ષા વિશ્વભારતી, કોબા, ગાંધીનગર ખાતે રાજ્યના દલિત સમાજના મહિલાઓનો “નારી શક્તિ વંદના કાર્યક્રમ થશે. સાથોસાથે તા. 25 સપ્ટેમ્બરના રોજ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ આરક્ષિત વિધાનસભાઓમાં નિષ્ણાંત ડૉકટર્સ દ્વારા મેડીકલ ચેકઅપ 40 સ્થાનો પર યોજાશે. તા. 23 થી 30 સપ્ટેમ્બર દરમિયાન મહિલા મોરચા દ્વારા “હેલો કમલ શક્તિ” લોચિંગ કાર્યક્રમ યોજાશે, જેમાં એક “કોન્કલેવ” મહિલા મોરચા દ્વારા યોજાશે. (FILE PHOTO)