ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં આયોજિત ક્વાડ દેશોની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને કડક સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ક્વાડ સારી તાકાત માટે બનાવવામાં આવેલુ સંગઠન છે અને તે હિંદ પ્રશાંત ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ લોકતાંત્રિક દેશોને નવી ઉર્જા આપશે. તેમણે કહ્યું કે ખૂબ જ ટૂંકા ગાળામાં ક્વાડે વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. અગાઉ, ચીને આ સમિટને લઈને નારજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ક્વાડની નિષ્ફળતા નિશ્ચિત છે.
પીએમ મોદીએ કહ્યું કે, ક્વાડ વિશ્વ મંચ પર મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે. આજે ક્વાડનો વ્યાપ વ્યાપક બન્યો છે. આપણો પરસ્પર વિશ્વાસ અને પ્રતિબદ્ધતા લોકતાંત્રિક દળોને નવી ઉર્જા અને ઉત્સાહ આપી રહી છે. ક્વાડ સ્તરે અમારો પરસ્પર સહયોગ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહ્યો છે જે અમારું સામાન્ય લક્ષ્ય છે. કોરોનાની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં, અમે કોરોના વેક્સીન, ક્લાઈમેટ ચેન્જ સપ્લાય ચેઈન અને આર્થિક સહયોગ જેવા ઘણા ક્ષેત્રોમાં સંકલન વધાર્યું છે. આનાથી ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત થઈ છે. આ સારા માટેના બળ તરીકે ક્વાડની સ્થિતિને વધુ સુદ્રઢ બનશે.
આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, પુતિન આ સંસ્કૃતિને જ ખતમ કરવા માંગે છે. આ યુરોપિયન મુદ્દા કરતાં વધુ છે. આ એક વૈશ્વિક મુદ્દો છે. વિશ્વ ખાદ્ય સંકટ વધી શકે છે કારણ કે રશિયા ખાદ્ય નિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રશિયા યુદ્ધ ચાલુ રાખશે, અમેરિકા તેના મિત્રો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. અગાઉ, ક્વાડ કન્ટ્રીઝની બેઠકને લઈને ચીને ગુસ્સો વ્યક્ત કરી છે.
ચીને બિડેનના નિવેદનની નિંદા કરી હતી કે જો બેઇજિંગ સ્વ-શાસિત તાઇવાન પર આક્રમણ કરશે તો યુએસ જાપાન સાથે લશ્કરી હસ્તક્ષેપ કરશે. બિડેનના નિવેદને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની રાષ્ટ્રીય એકીકરણ હાંસલ કરવાની મહત્વાકાંક્ષી યોજનાને જોખમમાં મૂક્યું છે. મેઇનલેન્ડ ચાઇના સાથે તાઇવાનનું એકીકરણ કરવુ જીંગપીંગનું રાજકીય વચન છે, જેમને રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી મુદત માટે આ વર્ષે શાસક કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી મંજૂરી મળવાની અપેક્ષા છે.