Site icon Revoi.in

ગુજરાતમાં ભારે વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક દિવસનો પ્રવાસનો કાર્યક્રમ રદ

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના હતા અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હતા. જો કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે પીએમ મોદીનો પ્રવાસ રદ થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદીજી મુર્મૂનો પણ કેવડિયાનો પ્રવાસ રદ થયો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમી 15 જુલાઈએ પીએ મોદી ગુજરાતની મુલાકતે આવવાના હતા. તેમજ સાબરકાંઠા અને ગાંધીનગરના ગીફ્ટ સીટીના કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહેવાના હતા. રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવાસ રદ કર્યો હોવાનું જાણવા મળે છે. સાબરડેરીમાં એક હજાર કરોડથી પણ વધારે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના હતા. આ કાર્યક્રમની ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત ભાજપ પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુરમૂ બુધવારે કેવડિયા ખાતે પ્રવાસે આવવાના હતા. તેમજ ભાજપના ધારાસભ્ય સહિત સાંસદ સાથે બેઠક કરીને રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે જાણકારી આપવાના હતા, પરંતુ હાલ ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ પણ રદ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.