દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામ અને તેમના વિઝનની વિપક્ષના નેતા અને એનસીપીના વડા શરદ પવારે વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, તેઓ વધારે મહેનતુ છે અને જે કામને તેઓ તાક્રિક નિષ્કર્ષ સુધી લઈ જાય છે અને તેને પૂર્ણ કરે છે.
એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા એનસીપીના વડા શરદ પવારએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેનતું છે અને જેટલો સમય જોઈએ તેટલો આપે છે. તેમજ પોતાની જાતને જે તે કામમાં સૂપ્રર્ણ સમર્પિત કરી દે છે. જો કોઈ કામ મુશ્કેલી હોય તો તેને પૂર્ણ ન થાય ત્યાં સુધી રાહતથી બેસતા નથી. આ તેમનું જમા પાસુ છે. તેમના વ્યક્તિત્વનું શ્રેષ્ઠ પાસું વહીવટ પરની તેમની પકડ છે. પરંતુ વહીવટ ચલાવતી વખતે સામાન્ય માણસની શું અપેક્ષાઓ હોય છે, તે પૂરી થતી નથી, પછી તમે મહેનતુ હોવ, પૂરો સમય આપતા હોય તો પણ તેનો કોઈ ફાયદો નથી. આ એક નકારાત્મક પાસું છે. એવુ મને લાગે છે.
શરદ પવારે તેમના નેતૃત્વ અને 2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ પદની ઉમેદવારી અંગે કહ્યું કે, તેમને આ પદમાં રસ નથી, પરંતુ હવે તેઓ નવી પેઢીના માર્ગદર્શક બનવા માંગે છે. મેં નક્કી કર્યું છે કે કોઈ પણ પદ અને વહીવટ ચલાવવાને બદલે નવી પેઢીને નેતૃત્વ માટે તૈયાર કરવી જોઈએ. મેં સરકારને સારી રીતે ચલાવવામાં મદદ કરવાનું વિચાર્યું છે. પોસ્ટ પોઝિશન વિશેના વિચારો મારા મગજમાં નથી.
આ દરમિયાન શરદ પવારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે વિશે કહ્યું કે, “હું મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતો. પરંતુ છેલ્લા 10 દિવસમાં લાગે છે કે તેઓ તમામ નિર્ણયો લઈ રહ્યા છે”.