- ફિનલેન્ડના વડાપ્રધાનને થયો કોરોના
- સના મરિન કોરોના વાયરસથી સંક્રમિત
- ખુદ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી માહિતી
દિલ્હી:ફિનલેન્ડના વડાપ્રધાન સના મરિન કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ માહિતી તેણે પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.તેણે કહ્યું છે કે મંગળવારે તેને તાવ આવ્યો હતો. આ પછી, તેણે બુધવારે સવારે ઘરે કોરોના ટેસ્ટ કર્યો, જે પોઝિટિવ આવ્યો. ફિનલેન્ડની PM એ એ પણ કહ્યું છે કે,તેના કોરોના લક્ષણો હળવા છે અને તે હવે સારું અનુભવી રહી છે.
સના મરીને માહિતી આપી છે કે તે ઘણી મુસાફરી કરે છે, તેથી તે ઘરે નિયમિતપણે કોરોના ટેસ્ટ કરાવતી રહે છે.ગયા અઠવાડિયે પણ તેણે ઘરે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હવે તે ડોક્ટરની સલાહ બાદ ઘરે છે.
બીજી તરફ જર્મનીના વિદેશ મંત્રી અનાલેના બેયરબોકને પણ કોરોના થયો છે.તેઓ મંગળવારે પાકિસ્તાનમાં કોવિડ-19થી સંક્રમિત મળ્યા બાદ ત્રણ દેશોનો તેમનો વિદેશ પ્રવાસ સ્થગિત કરી દીધો હતો.