દિલ્હીઃ- જાપનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા આજરોજ સોમવારે સવારે રાજધાની દિલ્હી આવી પહોચ્યા બાદ તેમણે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
દિલ્હી પહોંચતા જ જાપાનના પીએમ સૌથી પહેલા રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ ફ્યુમિયો કિશિદાએ રાજઘાટ પર મુલાકાતીઓની પુસ્તક પર હસ્તાક્ષર કર્યા અને તેમને મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર પર લખેલા પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા.
ભારત અને જાપાન સતત ચીનના વધતા પડકારનો સામનો કરી રહ્યા છે. લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં સીમા પર ચીન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. તે જ સમયે, ચીન સેનકાકુ ટાપુઓ પર પણ તેની સત્તાનો દાવો કરે છે,ભારત અને જાપાન વચ્ચે વધતા સહકારનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2022માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ત્રણ વખત મળ્યા હતા. વર્ષ 2023માં પણ બંને નેતાઓ ત્રણ વખત મળવાની આશા છે. જેમાં G20, G7 અને ક્વાડ બેઠક સામેલ છે.