નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ઉપર સંકટ તોડાઈ રહ્યું છે. દરમિયાન સરકારની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ભારતીય આર્મીની પ્રશંસા કરીને પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને આડેહાથ લીધા હતા.
ઈમરાનખાને કહ્યું કે, ભારતીય આર્મી ભ્રષ્ટ નથી અને તેઓ ક્યારેય ચૂંટાયેલી સરકારની કામગીરીમાં દખલ કરતી નથી. એવુ ચર્ચાઈ રહ્યું છે. પાકિસ્તાનના સેના જનરલ બાજવાએ ખાનને વડાપ્રધાનનું પદ છોડવા માટે સૂચન કર્યું છે. દરમિયાન ઈમરાન ખાને ભારતીય આર્મીની પ્રશંસા કરતા તરેહ-તરેહની ટકળો વહેતી થઈ છે.
પાકિસ્તાનના મલકાન શહેરમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, હું આપણા પડોશી દેશ ભારતના વખાણ કરું છે. તેમણે હંમેશા પોતાની ફોરેન પોલીસી આઝાદ રાખી છે. આજે હિન્દુસ્તાનના અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે સારા સંબંધ છે. QUADમાં ભારતે અમેરિકા સાથે સારા સંબંધ બનાવી રાખ્યાં છે તેમ છતા ભારત ન્યૂટલ છે, રશિયા ઉપર અનેક પ્રતિબંધ છતા ભારત તેમની પાસેથી ઓઈલની ખરીદી કરી રહ્યું છે. આમ ભારતની પોલીસી પોતાના દેશ અને પ્રજા માટે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધો વધારે તંગ બન્યાં છે. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાની સાથે તેમને આશરો પણ આપી રહ્યું છે. આ મુદ્દે ભારતે અનેક વાર આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પાકિસ્તાનને ખુલ્લુ પાડ્યું છે. આતંકવાદની વિરોધની ભારતની આ લડાઈમાં દુનિયાના અનેક દેશો પણ જોડાયાં છે.