- પીએમએ બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત
- ઘણા મુદ્દાઓ પર કરી ચર્ચા
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર 2021ના રોજ યુનાઇટેડ કિંગડમના ગ્લાસગોમાં COP26 સમિટ દરમિયાન બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી.
વડાપ્રધાનએ ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કામ માટે પ્રશંસા વ્યક્ત કરી. બિલ ગેટ્સે વડાપ્રધાનને મિશન ઈનોવેશનની પ્રગતિ વિશે જાણકારી આપી. તેઓએ મિશન ઈનોવેશન હેઠળ ભારતમાં પ્રવૃત્તિઓને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરી.
ગ્રીન હાઇડ્રોજન, ઉડ્ડયન ઇંધણ, બેટરી સ્ટોરેજ અને રસી સંશોધન જેવા ક્ષેત્રોમાં આશાસ્પદ તકોની પણ ચર્ચા કરવામાં આવી હતી.