Site icon Revoi.in

સત્ય-અહિંસા જેવા પ્રિન્સિપલથી વિશ્વને સારી જગ્યાએ લઇ જઇ શકાયઃ PM બોરિસ જ્હોન્સન

Social Share

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આજે હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અમદાવાદ પ્રવાસ દરમિયાન તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ચરખો કાંત્યો હતો. આ ઉપરાંત ગાંધીજીના સત્ય અને અંહિસાના મંત્રનો ઉલ્લેખ કરીને ગાંધી આશ્રમની વિઝીટ બુકમાં સંદેશ લખ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ બોરિસ જ્હોન્સનનું સન્માન કર્યું હતું. વડાપ્રધાન તરીકે પ્રથમવાર અમદાવાદની મુલાકાતે આવેલા બોરિસ જ્હોન્સન સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે આશ્રમમાં ગાંધીજીને નમન કર્યું હતું. તેમજ સમગ્ર આશ્રમને નિહાળ્યો હતો.

યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનએ આશ્રમમાં ચરખો ચલાવતા શીખ્યા હતા. આ સાથે તેમણે વિઝિટર બૂકમાં પણ ખાસ સંદેશો લખ્યો હતો. તેમણે લખ્યુ હતું કે, ગાંધી આશ્રમની મુલાકાત લઇને ઘણાં જ ગૌરવનો અનુભવ થઇ રહ્યો છે. સત્ય અને અહિંસા જેવા સરળ પ્રિન્સિપલની સાથે આપણે વિશ્વને સારી જગ્યાએ લઇ જઇ શકીએ છીએ.