ગાંધીધામ : કોરોના મહામારીને પગલે ઓકિસજનના બાટલાની ખૂબ માંગ વધી છે. તેવામાં કંડલાના દીનદયાળ બંદર ઉપર ઓકિસજન સિલિન્ડર બનાવવા માટે સિલિન્ડર નળીઓ લઈને આવેલા જહાજને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
કોરોના મહામારીના કારણે દેશમાં હજારો લોકોને ઓકિસજન લેવામાં તકલીફ પડી રહી છે. કંપનીઓ ઓકિસજન સિલિન્ડરો બનાવી લોકોને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવે તે માટે સરકારે પણ આદેશ આપી દીધા છે. આવામાં ઓકિસજન સિલિન્ડર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સ્ટીલ સિલિન્ડર નળીઓ લઈને જહાજ કંડલા બંદરે આવીને પહેંચી ગયું હતું.
કોવિડ-19 ના દર્દીઓ માટે ઓકિસજન સિલિન્ડર માટેનો સામાન લઈને આ જહાજ ગત તા. રર/4 ના રાત્રિના ભાગે આવી પહોંચ્યું હતું. દેશમાં ચાલી રહેલ મહામારીના પગલે આ જહાજને પ્રાધાન્ય આપવા ડી.પી.ટી.ના ચેરમેન એસ.કે. મહેતાએ નિર્ણય લીધો હતો. આ જહાજને અગ્રતા આપી તેને જેટી નંબર-16 ઉપર લઈ અવાયું હતું અને તાત્કાલિક ધોરણે તેમાંથી માલનું અનલોડિંગ કરાવવામાં આવ્યું હતું.