દિલ્હીઃ પોલીસ કસ્ટડી અને જેલ તોડીને કેદીઓ ભાગી જવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. દરમિયાન હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હાથકડી બાંધેલો કેદી પોલીસ વાહનમાંથી કુદીને ફરાર થતો જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરવાદ વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકોએ આ વીડિયો જોઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. પોલીસ વાહનમાંથી કેદી ભાગી જવાનો વીડિયો અઠવાડિયા પહેલાનો જ હોવાનું જાણવા મળે છે.
હાલ સોશિયલ મીડિયામાં રોડની સાઈડમાં લગાવવામાં આવેલા એક સીસીટીવી કેમેરાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 28મી ડિસેમ્બર 2021નો બ્રાઝીલ સ્થિત પારાઈબાના અલાગોઆ નોવાનો હોવાનું જાણવા મલે છે. તેમજ કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, કેદી ચાલતા પોલીસમાંથી નીકળીને ભાગી ગયો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 50 હજાર કરતા પણ વધારે વખત જોવાયો છે. સીસીટીવી કેમેરાના આ ફુટેજ જોઈને યુઝર્સ પણ ચોંકી ઉઠ્યાં છે. એક યુઝર્સે લખ્યું છે કે, શું હકીકતમાં પોલીસે વાનમાં તેને હાથકડી બાંધીને રાખવામાં આવ્યો છે. જ્યારે અન્ય યુઝર્સે લખ્યું છે કે, એટલા માટે જ હંમેશા પીઠની પાછળ હાથ બાંધવા જોઈએ.