Site icon Revoi.in

ખાનગી સ્કૂલોએ ફીમાં કર્યો વધારો, કોરોના કાળમાં વાલીઓની વધી મુશ્કેલી

Social Share

અમદાવાદ: કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો ઘંધા-વેપાર કરનારાઓ વેપારીઓએ પોતાના વેપારમાં મોટું નુક્સાન જોયુ છે. કોરોનામાં સૌથી વધારે ઉપયોગી હોય તો તે છે સેવિંગ્સ જેને આપણે બચત પણ કહીએ છે. લોકો બચતના રૂપિયા ખર્ચ કરીને માંડ-માંડ પોતાનું ગુજારાન ચલાવે છે ત્યારે વાલીઓને મોટી ફટકાર પડી છે.

ખાનગી સ્કૂલો દ્વારા ફીમાં 10 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાલીઓને આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વાલી એવા પણ છે જેમની નોકરી અને ધંધો કોરોનાના કારણે ચોપટ થઈ ગયો છે અને આર્થિક રીતે ભયંકર ભીંસમાં આવી ગયા છે. આવા સમયમાં સ્કૂલ દ્વારા ફીમાં વધારો કરી દેવામાં આવતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

આગામી સમયમાં એવુ પણ બની શકે છે કે કેટલાક વાલીઓ દ્વારા આર્થિક તંગીના કારણે ફી ન ભરી શકે અને સ્કૂલ દ્વારા વાલીઓ પર ફી ભરવા માટે દબાણ કરવામાં આવી શકે તેમ છે. કોરોના મહામારીને કારણે અનેક લોકોના વેપાર-ધંધાને અસર પડી છે. જેના પરિણામે લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. જેથી વાલીઓએ સ્કૂલ ફીમાં રાહત આપવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જો કે, ખાનગી સ્કૂલ સંચાલકોએ ચૂપચાપ ફીમાં વધારો કરી દેતા વાલીઓમાં રોષ ફેલાયો છે. ગત વર્ષે સરકારને સ્કૂલ ફીમાં 25 ટકાની રાહત આપી હતી. એવી જ રીતે આ વર્ષે પણ સ્કૂલ ફીમાં રાહત આપવાની માંગણી વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.