Site icon Revoi.in

AMTS બસનું ખાનગીકરણ,આંગળીના વેઢે ગણી શકાય એટલી જ બસ કોર્પોરેશનની

Social Share

ગાંધીનગર : અમદાવાદમાં એએમટીએસ બસોના ખાનગીકરણને લઈને વિરોધ પક્ષના કોર્પોરેટર દ્વારા સરકારને નિશાન સાધવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ‘ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા પછી અલગ અલગ એજન્સીઓ હાલ 700થી 800 બસો ચલાવી રહી છે. કોર્પોરેશનના બજેટમાં જે નવી બસો આવવાની છે તે પણ કોન્ટ્રાક્ટર મારફતે ચલાવવામાં આવશે. ફક્ત એક કે બે બસ જ કોર્પોરેશનની ચાલે છે. જે ખૂબ દુઃખની વાત છે. ફક્ત તેમના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપવો, મનફાવે એવું વર્તન તેમના ડ્રાઇવરો અને કોન્ટ્રાક્ટરો કરી રહી છે. જેના કારણે અમદાવાદીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

અમદાવાદ મ્યુન્સિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTSનું સંચાલન હવે કોર્પોરેશન નહીં કરે કારણ એ કે હવે બસો જ કોર્પોરેશનની માલિકીની નથી બચી. એએમટીએસની કુલ હાલ શહેરમાં 800 બસો દોડે છે, આ 800 બસોનું સંચાલન હવે ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદના રસ્તાઓ પર દોડતી AMTS બસનું સંપૂર્ણ ખાનગીકરણ કરાયું છે. શહેરમાં દોડતી કુલ 800 બસોમાંથી એક પણ બસ મનપાની માલિકીની નથી. ખાનગી ઓપરેટરોને આ તમામ બસો સોંપી દેવામાં આવી છે. જેના કારણે વાર્ષિક કરોડો રૂપિયાનું નુકસાન કોર્પોરેશનને થઈ રહ્યું છે અને ખાનગી બસ ઓપરેટરોને કમાણી થઈ રહી છે.

અત્યાર સુધીમાં 700થી વધુ મનપા બસના ડ્રાઈવર કન્ડક્ટરની બદલી થઈ ચુકી છે. મનપાના વિવિધ વિભાગોમાં આ ડ્રાઇવર કન્ડક્ટરની બદલી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દર વર્ષે AMTSના કારણે અમદાવાદ મનપાને ખોટ થાય છે.