- રેલ્વે મુખ્ય 4 નેરોગેગ હેરિટેજ ટ્રેકનું કરશે ખાનગીકરણ
- છેલ્લા ઘણા સમયથી વેઠવુંપડે છે નુકશાન
દિલ્હીઃ-સમગ્ર દેશમાં અનેક ક્ષેત્રે ખાનગીકરણ થયેલું જોવા મળી રહ્યું છે, આ હેઠળ ફ્લાઈટ સેવાનુંપણ ખાનગી કરમ થયું ત્યારે હવે ભારતીય રેલ્વેના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફરા થવા જઈ રહ્યો છે, કેન્દ્ર સરકાર અને રેલ્વે વિભાગ દેશની ચાર વિશ્વ ઘરોહર રેલ્વે લાઈનનું ખાનગીકરણ કરવા જઈ રહી છે,
રેલ્વેના ખાનગીકરણ અંતર્ગત હિમાચલ પ્રેદશનું શિમલા-કાલકા, પશ્નિવ બંગાળનું સિલીગુડી-દાર્જિલિંગ, તમિલનાડુનું નીલગીરી અને મહારાષ્ટ્રનું નેરલ-માથેરાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચારેટ રેલ્વે ટ્રેલ નોરાગેજ છે જેને હવે સરકાર ખાનગી હાથોમાં સોંપવાની તૈયારીમાં જોતરાય છે
આ ટ્રેનોના સંચાલનની જવાબદારી ખાનદી એજન્સીઓ સંભાળવાની સાથે સાથે માર્કિટિંગનું કામ પણ કરશે અને સાથે નવી ટ્રોનુંનું સ્ટાલન પણ આરંભ કરશે. તો બીજી તરફ પ્રયટન કેન્દ્રનો પણ વિકાસ કરવામાં આવશે, એજન્સીની આ આવકમાં રેલ્વેનો પણ ભાગ હશે.
રેલ્વેએ આ ચાર ટ્રેકનો અભ્યાસ કરવા અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ પર આપવાની જવાબદારી રેલ્વે જમીન વિકાસ સત્તામંડળને સોંપી છે.
આરએલડીએ એ આ ટ્રેકના વિવિધ મોડેલોનો અભ્યાસ શરૂ કરી દીધો છે. એજન્સીઓને કઇ શરતો હેઠળ ટ્રેકની જવાબદારી સોંપની છે, તેનો રિપોર્ટ ચાર મહિનામાં આપવો પડશે. હાલમાં રેલ્વે પાસે આ ટ્રેક ચલાવવાનું બજેટ નથી. આવી સ્થિતિમાં હવે તે ખાનગી કંપનીઓને સોંપવા માટે તૈયાર છે, જેથી યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયા હોવા છતાં પ્રવાસીઓ આ ટ્રેક પરથી પસાર થવા આકર્ષિત કરવામાં આવે
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જાણીતા આ ચાર ટ્રેક ખોટમાં ચાલી રહ્યા છે,રેલ્વે એ તેનું સંચાલન કરવા માટે નુકશાન વેઠવું પડી રહ્યું છે, જો તેને પીપીપી મોડ પર આપવામાં આવે તો તેના રાજ્સવમાંવધારો થાય તેવી પુરી શક્યતાઓ છે.
સાહિન-