Site icon Revoi.in

‘હેરાફેરી’ જેવી કોમેડી ફિલ્મના ડાયરેક્ટર પ્રિયદર્શન કોરોના પોઝિટિવઃ- ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ 

Social Share

 

મુંબઈઃ- સમગ્ર દેશમાં જ્યા કોરોનાના દૈનિક કેસો સતત વધી રહ્યા છે ત્યા બીજી તરફ હવે નેતાઓથી લઈનેબોલિવૂડ સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં સતત આવી રહ્યા છે, દરરોજ કોઈને કોી મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો પોઝિટિવ આવતા હોય એવી ઘટના બની રહી છે, ત્યારે હવે કોમેડિ ફિલ્મ ડાયરેક્ટ પ્રયદર્શન પણ કોરોના સંક્રમિત હોવાની માહિતી મળી રહી છે.

આ સાથે જ બીજી તરફ સંગીતકાર વિશાલ દદલાની અને અભિનેત્રી કુબ્રા સૈત કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. બંનેએ શુક્રવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. વિશાલ દદલાનીએ ઇન્સ્ટાગ્રામ પર કોવિડ-19 ટેસ્ટ કીટ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો અને તેના સંપર્કમાં આવેલા લોકોને તાત્કાલિક પરીક્ષણ કરાવવા વિનંતી કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર વિતેલા દિવસને શુક્રવારે નિર્માતા-નિર્દેશક પ્રિયદર્શનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેઓને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં પ્રિયદર્શનની તબિયત વિશે વધુ વિગતો સામે આવી નથી. 64 વર્ષીય પ્રિયદર્શન તેની ફિલ્મો ‘હેરા ફેરી’, ‘હંગામા’ અને ‘માલામલ’ વીકલી માટે ફિલમ જહતમાં જાણીતું નામ છે.

પ્રિયદર્શને હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતીય ભાષાઓમાં ઘણી બઘી હિટ ફિલ્મો આપી છે. તેની તાજેતરની રિલીઝ વિશે વાત કરીએ તો, તે ‘હંગામા 2’ હતી જે કઈ ખાસ ચાલી નહતી, તેમણે હિન્દી ઉપરાંત તમિલ અને મલયાલમમાં ઘણી યાદગાર ફિલ્મો આપી જેના કારણે તેઓ જાણીતા છે.