Site icon Revoi.in

ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવનાર પ્રિયાંક પંચાલ ગુજરાત તરફથી ત્રેવડી સદી ફટકારનાર એક માત્ર ક્રિકેટર

Social Share

અમદાવાદઃ દક્ષિણ આફ્રિકાના ટીમ ઈન્ડિયાના પ્રવાસ પહેલા જ ટેસ્ટ ટીમમાંથી ઈજાને કારણે રોહિત શર્મા બહાર થયો છે. તેની જગ્યાએ ટીમ ઈન્ડિયાએ 18 સભ્યોમાં ગુજરાતી પ્રિયાંક પંચાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત તરફથી એક માત્ર પ્રિયાંક પંચાલે જ ત્રેવદી સદી ફટકારી છે. એટલું જ નહીં  ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 98 મેચમાં 45.63ની એવરેજ સાથે 7 હજારથી વધારે રન બનાવ્યાં છે. જેમાં તેણે સૌથી વધારે 314 બનાવ્યાં છે. ગુજરાતના ઓપનર પ્રિયાંક પંચાલનો પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે.

અમદાવાદમાં જન્મેલો 31 વર્ષીય પ્રિયાંક 2016માં ત્રેવડી સદી ફટકારી હતી. વર્ષ 2016માં ભારતના તમામ બેટ્સમેનોને પાછળ રાખીને તેણે 1310 રન બનાવ્યા હતા અને 2018-19ની સિઝનમાં પણ તે 1114 રન બનાવીને પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં બીજા ક્રમે રહ્યો છે. તેણે 24 સદી તથા 25 અડધી સદી ફટકારી છે. ભારત-એ ટીમ માટે પણ સતત સારો દેખાવ કર્યો હોવા છતાં તેની અવગણ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. પરંતુ પરંતુ હવે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં તેને સ્થાન મળ્યું છે. મુંબઈ સામેની રણજી ટ્રોફી ફઇનલમાં પાર્થિવ પટેલે સદી ફ્ટકારીને ટીમને વિજય અપાવ્યો હતો અને એ સાથે ગુજરાતે પહેલી વાર રણજી ટાઇટલ જીત્યું હતું. પરંતુ સૌથી મોટું યોગદાન પ્રિયાંક પંચાલનું રહ્યું હતું. પ્રિયાંકે 1310 રન નોંધાવીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. રણજી ટ્રોફીના અસામાન્ય પ્રદર્શને તેને દેશનો મોખરાનો ડોમેસ્ટિક બેટ્સમેન બનાવી દીધો છે અને પસંદગીકારો કોઈપણ ટીમ પસંદ કરવા બેસે તો તેમાં પ્રિયાંક પંચાલનો અચૂક સમાવેશ કરે છે.