મહારાષ્ટ્રમાં પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સંભાળશે પ્રચારનો મોરચો, પ્રિયંકા ગાંધી 10 મેના રોજ નંદુરબારમાં કરશે પ્રચાર
મહારાષ્ટ્રમાં છેલ્લા બે તબક્કામાં બાકી રહેલી 24 બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર છ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેથી, રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતા નહીવત છે.. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસના ઉમેદવારો માટે રેલીઓ કરશે.13 મેના રોજ યોજાનાર ચોથા તબક્કામાં કોંગ્રેસ મહારાષ્ટ્રની પુણે, જાલના અને નંદુરબાર લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે. રાહુલ ગાંધી પુણેમાં રેલી કરી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધી 10 મેના રોજ નંદુરબારમાં પ્રચાર કરશે.પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં રેલીઓ ગજવશે.
પાંચમા તબક્કામાં પાર્ટી ઉત્તર મહારાષ્ટ્રની ધુલે અને મુંબઈની બે બેઠકો પર ચૂંટણી લડશે. અહીં પ્રચાર માટે પાર્ટી ચીફ મલ્લિકાર્જુન ખડગે 15 મેના રોજ રેલી કરી શકે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં 20 મેના રોજ ચૂંટણી યોજાશે. તે ત્યાં અને દેશના અન્ય ભાગોમાં પણ પ્રચાર કરશે. ખડગે અને પ્રિયંકા સહિત ઘણા નેતાઓ અહીં પ્રચાર કરી રહ્યા છે.
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 મેના રોજ નાશિક, ભિવંડી અને મુંબઈમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના છે. 17 મેના રોજ તેઓ મુંબઈમાં રોડ શો પણ કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહપણ 12 મેના રોજ રેલી કરે તેવી શક્યતા છે.
PMની મહારાષ્ટ્રની વારંવારની મુલાકાતોને લઈને શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, “અમે નરેન્દ્ર મોદીને દક્ષિણ મુંબઈના પેડર રોડ પર અને અમિત શાહને બોરીવલીમાં ડેરો જમાવવા બદલ સ્વાગત કરીએ છીએ.. તેમણે કટાક્ષમાં એમ પણ કહ્યું કે તેમણે અહીં ઘર શોધી લેવું જોઈએ.સાથે જ રાઉતે કહ્યું કે ભલે ગમે તેટલી વાર તેઓ અહીં આવે અને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને MVA આ ચૂંટણીમાં અમારા તમામ ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે પૂરતા છે.