Site icon Revoi.in

લોકસભાની વાયનાડ બેઠક ઉપર પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની વાયનાડ બેઠક ઉપર રાહુલ ગાંધીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. મહારાષ્ટ્ર સહિત બે રાજ્યની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે ચૂંટણીપંચે વાયનાડની લોકસભા બેઠક તથા લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. દરમિયાન કોંગ્રેસે વાયનાડ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવ્યાં છે. આજે પ્રિયંકા ગાંધીએ પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ દરમિયાન તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ભાજપે નવ્યા હરિદાસને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. નવ્યા પહેલાથી જ કોંગ્રેસને કડક હરીફાઈ માટે પડકાર આપી ચૂકી છે. તેમણે કહ્યું હતું કે આગામી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. પ્રિયંકા ગાંધીના નામાંકન પર કોંગ્રેસના સાંસદ જેબી માથેરે કહ્યું, ” અમે ઈચ્છતા હતા કે પ્રિયંકા ગાંધી કોઈપણ સીટ પરથી ચૂંટણી લડે.”

હાલમાં જ ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા પેટાચૂંટણીને લઈને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મારા પ્રતિસ્પર્ધી પ્રિયંકા ગાંધી છે. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે વાયનાડમાં કોંગ્રેસને સખત પડકારનો સામનો કરવો પડશે. રાયબરેલી બેઠક જાળવી રાખવા માટે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી હતી. જ્યારે વાયનાડના લોકો ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા.