વારાણસી : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શુક્રવારે ઉત્તરપ્રદેશ પહોંચી રહી છે. યુપીના ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધી આ કાર્યક્રમમાં પહોંચે તેવી સંભાવના હતી. જો કે તેઓ આ કાર્યક્રમમાં પહોંચી નહીં શકે. આ મામલામાં પ્રિયંકા ગાંધીએ ખુદ પક્ષ રજૂ કર્યો છે. પહેલા દાવો કરાયો હતો કે ભારત જોડો યાત્રા યુપીના ચંદૌલીમાં પ્રવેશ કરે તે દરમિયાન પ્રિયંકા ગાંધી પણ તેમા હાજર રહેશે. આને લઈને વારાણસીમાં પ્રિયંકા ગાંધીની રાહ જોવાઈ રહી હતી. તેમના વારાણસી નહીં પહોંચવાની સ્થિતિમાં ચર્ચાઓ શરૂ થઈ હતી.
હવે તેમણે પોતાની બીમારીને ટાંકીને તમામ ચર્ચાઓ પર વિરામ લગાવવાની કોશિશ કરી છે. તેમમે સોશયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે હું ખૂબ ચાવથી ઉત્તરપ્રદેશમાં ભારત જોડો યાત્રામાં પહોંચવાની રાહ જોઈ રહી હતી. પરંતુ બીમારીના કારણે મારે આજે જ હોસ્પિટલમાં ભરતી થવું પડયું. થોડું સારું થતા જ હું યાત્રામાં જોડાઈશ. ત્યાં સુધી ચંદૌલી-બનારસ પહોંચી રહેલા તમામ યાત્રીઓ, પુરી મહેનતથી યાત્રાની તૈયારીમાં લાગે ઉત્તરપ્રદેશમાં મારા સહયોગીઓને શુભેચ્છાઓ આપું છું. તેની સાથે જ તેમણે રાહુલ ગાંધીને પ્યારા ભાઈથી સંબોધિત કર્યા છે.
પ્રિયંકા ગાંધી 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી હતા. તેમણે 40 ટકા મહિલા ઉમેદવારો ઉતારવાની ફોર્મ્યુલા આપી હતી. જો કે ચૂંટણીમાં કોંગ્રેસને આનો કોઈ ફાયદો મળ્યયો નહીં. માત્ર બે બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી. તે વખતે પ્રિયંકા ગાંધી એકલા ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. રાહુલ ગાંધી તે દરમિયાન યુપીથી દૂર હતા અને ખૂબ ઓછો પ્રચાર કરવા માટે રાજ્યમાં આવ્યા હતા. હવે જ્યારે યુપીમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રા આવી રહી છે, તો પ્રિયંકા ગાંધી આમા સામેલ હોય તેવું દેખાય રહ્યું નથી. તેનો એક મોટો સંદેશ જતો દેખાય રહ્યો છે.