Site icon Revoi.in

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવા પર બોલ્યા પ્રિયંકા, ભૂલ હતી કે નહીં તે રાજકીય દ્રષ્ટિકોણ, ભગવાન દરેક ભારતીયના હૃદયમાં છે

Social Share

પ્રિયંકા ગાંધીએ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટી દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ ન લેવા અંગે જવાબ આપ્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, જો તમે દરેક વસ્તુને રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ તો તમે કંઈપણ કહી શકો છો. ધર્મ એ રાજકીય મુદ્દો નથી. ધર્મ એ દરેક ભારતીયના હૃદયનો વિષય છે. દરેક ભારતીયના હૃદયમાં ભગવાન છે. તે રામ હોય, ભગવાન શિવ હોય કે અન્ય કોઈ ધર્મના હોય. ધર્મ દરેક ભારતીયના હૃદયમાં છે.

પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં તેનું સન્માન કરવું જોઈએ. ભૂલ હતી કે નહીં, આ રાજકીય દૃષ્ટિકોણ છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાજપ તરફથી આમંત્રણ હતું. આ અંગે કોંગ્રેસ પાર્ટીનું વલણ સ્પષ્ટ હતું કે અમે તેનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. જ્યારે દેશની વાત આવે ત્યારે આપણે તેનું સન્માન ન કરીએ તે શક્ય નથી. અમે દેશ અને જનતા બંનેના પ્રતિનિધિ છીએ. આ સાથે જ્યારે પ્રિયંકા ગાંધીને વધુ પૂછવામાં આવ્યું કે શું તેઓ ચૂંટણી લડવા માંગે છે કે નહીં? તેના પર તેણીએ કહ્યું કે, હું ઉમેદવાર બનવા માંગુ છું કે નહીં તે વિશે મેં વિચાર્યું પણ નથી. મેં કામ કર્યું છે, કામ કરતી રહીશ. જો પાર્ટીના લોકો ઈચ્છશે તો હું ચૂંટણી લડીશ,,આને શા માટે આટલો મોટો વિષય બનાવાઇ રહ્યો છે

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો માટે પાંચમા તબક્કામાં મતદાન થશે. રાયબરેલી અને અમેઠી માટે પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ યોજાશે. અમેઠી અને રાયબરેલી ઉપરાંતઉત્તર પ્રદેશની 14 બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 4 જૂને મતગણતરી હાથ ધરાશ.