5-G ના કારણે થતી સમસ્યાથી અમેરિકાની ઉડાનમાં કટોતી સહીત કરવો પડશે બદલાવ -એર ઈન્ડિયા
- એરઈન્ડિયા મુશ્કેલીમાં
- 5જી ના કારણે અમેરિકાની ફ્લાઈટ પર અસર
- ફ્લાઈટમાં મૂકવો પડશે કાપ
દિલ્હીઃ- એર ઈન્ડિયાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે ,એર ઈન્ડિયાએ કહ્યું છે કે 19 જાન્યુઆરીથી યુએસમાં 5જી ઈન્ટરનેટના કારણે યુએસ ફ્લાઈટ્સમાં કાપ મૂકવાની સ્થિતિ ર્જાય છે અથવા તો બીજો ઘણો બદલવો પડશે.
યુએસ એવિએશન રેગ્યુલેટર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ જણાવ્યું હતું કે 5G એરક્રાફ્ટના રેડિયો ઓલ્ટિમીટર એન્જિન અને બ્રેક સિસ્ટમને વિક્ષેપિત કરી શકે છે, જેના કારણે પ્લેનને રનવે પર ઉતરવું મુશ્કેલ બની શકે છે.
આ મામલે અમેરિકન એરલાઇન્સે સોમવારે FAAને પત્ર લખીને કહ્યું કે 5Gના તૈનાતથી ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સંકટ સર્જાઈ શકે છે. આ કંપનીઓમાં યુનાઈટેડ એરલાઈન્સ, અમેરિકન એરલાઈન્સ, ડેલ્ટા એરલાઈન્સનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયા ઉપરાંત અન્ય બે કંપનીઓ યુનાઈટેડ એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સ ભારત અને અમેરિકા વચ્ચે ઉડાન ભરે છે.
આ એરલાઈન્સે પત્રમાં એમ પણ કહ્યું છે કે, “એરપોર્ટના રનવેના બે માઈલની ત્રિજ્યા સિવાય સમગ્ર યુ.એસ.માં ગમે ત્યાં 5G ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરો.” બીજી તરફ, એર ઈન્ડિયાએ મંગળવારે ટ્વીટ કર્યું કે, અમેરિકામાં 5G કોમ્યુનિકેશન સર્વિસની તૈનાતી સંબંધમાં 19 જાન્યુઆરીથી ભારતથી અમેરિકા સુધીની અમારી સેવામાં કાપ મૂકવો અથવા બદલવો પડી શકે છે. આ અંગેની નવીનતમ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.