- જૂનાગઢમાં વરસાદ ખેંચાતા હવે સ્થાાનિકો પરેશાન
- શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની સંભાવના
- વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો
- 4 મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો
જૂનાગઢ: હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ વરસાદ હવે સમયસર નહિ વરસે તો આગામી સમયમાં જુનાગઢ શહેરમાં પીવાના પાણીની કટોકટી સર્જાશે. હાલ શહેરના વિલીંગડન ડેમમાં માત્ર 4 મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે.
ચાલુ વર્ષે જૂનાગઢ પંથકમાં માત્ર 30 થી 35 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. જો તંત્ર પીવાના પાણી મુદ્દે આગોતરૂ આયોજન નહીં કરે તો શહેરના લોકો પીવાના પાણી માટે વલખા મારશે. સૌરાષ્ટ્રમાં અન્ય શહેરોમાં પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.
સીધી વાત છે કે ચોમાસામાં વરસાદ યોગ્ય પ્રમાણમાં ન આવતા કેટલાક ડેમ સંપૂર્ણપણે ભરાયા નથી. તંત્ર દ્વારા આગમચેતી પગલા લેવામાં આવશે તો સ્થાનિકોને પાણી મળી રહેશે, જો પગલા લેવામાં નહી આવે તો પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ચોમાસામાં વરસાદ વગર આમ પણ ખેડૂત પરેશાન છે અને હજુ પણ વરસાદી માહોલ ન જામતા હવે સ્થાનિકો પર પણ સંકટ તોળાઈ રહ્યું છે.